Parivartan Pravachan Mala Series- 3 Decoded Date:3rd Feb 2017

pravachan_series_3

ART of HAPPINESS

Let us all try to implement this in our life

સરસ્વતી લબ્ધ પ્રસાદ પદ્મ ભૂષણ વિશ્વ હિત ચિંતક 310 પુસ્તક ના રચયિતા લાખો જીવોના પરિવર્તન કરનાર આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રત્ન સુંદર સુરીશ્વર જી મહારાજા નું આજનું પ્રવચન તા. 3.3.2017
વિનસ ગ્રાઉન્ડ. સેટેલાઇટ
અમદાવાદ
એક સંત નું પ્રવચન ચાલતું હતું. ખૂબ જ સરસ મનમાં બેસી જાય તેમ લોજીક સાથે સંતનું પ્રવચન પૂરું થવા આવ્યું ત્યાં જ એક એલ.એલ.બી. થયેલ યુવાન ઉભો થયો અને કહ્યું કે હું પ્રાર્થના કરું છું તમારા જેટલી બુદ્ધિ જો મને મળે તો આ સંસારમાં મારુ નામ થઇ જાય..હું આઈન્સ્ટાઈન જેવો બની શકીશ. હી સંસાર મસ બધું જ મેળવી શકું.
સંતે ધીરે થી કહ્યું કે માંગવું જ હોય તો મારા જેવું દિલ માંગ…તું ભગવાન બની જઈશ.ત
અધ્યાત્મ જગતમાં આપણે આવી જ બુદ્ધિ થી  disturbed થઇએ છીએ.
આવી બુદ્ધિ ને અધ્યાત્મ બાજુ લઇ જવી હોય તો
વાસ્તવિક સત્ય…ઍટલે કે universal truth એવી 5 વસ્તુ ધ્યાન માં રાખવી…ધર્મ આપોઆપ આવી જશે.
1.WITHOUT LOVE WE CANNOT LIVE:~
શરીરની પાયા ની જરૂરીયાતો જેમ કે હવા..પાણી..ખોરાક…તેના વગર ના ચાલે ….અરે ભગવાનને પણ તેના વગર ચાલ્યું નહોતું..પણ તેનાથી ઉપર મનની મસ્તી માં રહેવું હોય તો પ્રેમ એ પણ ખૂબ જ જરૂરી છે.
એવું કહેવાય છે કે પુણ્ય વગર કે પરમાત્મા વગર ચાલશે પણ પ્રેમ વગર નહિ ચાલે.
કરોડપતિ પણ આત્મહત્યા કરે છે પ્રેમ ના કારણે અને ભિખારી પણ જીવી જાણે છે પ્રેમ ના કારણે.
હાલમાં જોશો કે પૈસા ના કારણે થતી આત્મહત્યા કરતા પ્રેમ ના કારણે વધુ આત્મ હત્યા થસે.
પ્રેમ લેવા કરતા પ્રેમ આપવામાં વધુ ઉદારતા છે.
मुझे प्रेम मिलना चाहिए या मुझे प्रेम देना चाहिए।
વિચારો….
એક વ્યક્તિ ના ઘરે ગયા તે ત્રણ કૂતરા  હતા અને તે  ખૂબ ધનવાન હતો. તેને પૂછવામાં આવ્યું કે દીકરો ક્યાં છે? વિદેશમાં
માતા ક્યા તો માતા નું મૃત્યુ થઇ ગયું..પિતાજી ક્યાં ગયા તો કહે છે તેમની માનસિક હાલત ખરાબ છે એટલે હોસ્પિટલ માં છે….આ ત્રણ કૂતરા કેમ રાખયા….તેણે કહ્યું કે જ્યારે એકલો હોવ છું નથી આ બઁગલો જવાબ નથી આપતો…… કે નથી આ કાર   પ્રેમ નો જવાબ આપતા  પણ  આ ત્રણ કૂતરા ને પ્રેમ કરું છું અને તેઓ પણ સામે તેનો પ્રેમથી જવાબ આપે છે.
ક્યારેય કોઈના પ્રેમ નું કારણ બન્યા?
આપના ઘેર નોકર…વોચમેન..કોઈને ક્યારેય પ્રેમ થી હાથ ફેરવ્યો? તેના પરિવાર ની પૃચ્છા કરી?તેની બર્થ ડે માં ક્યારેય તેને ગળ્યું મોં કરાવ્યું?
કેમ …કેમ…શુ આપણે આટલું પણ ના કરી શકીએ?
સંપત્તિ દાન કર્યું કે નહીં તે મહત્વનું નથી પ્રેમ દાન તો કરવું જ જોઈએ.
આપના મન્દિર ના પૂજારીને તમારા પ્રસંગે સહકુટુંબ જમવા બોલાવીએ છીએ avoid કરીએ છીએ…
મુંબઈ માં એક ભાઈ નો જન્મ થયો ત્યારે તેમના ઘેર એક નોકર હતો…બાળક નાનો હતો એટલે તે નોકર ની જોડે જ ફરવા જતો.?.તે નોકરે બાળકની ઘણી સંભાળ લીધી હતી…તે બાળક હવે મોટો થઇ ગયો..તેના પિતાજી ગુજરી ગયા… તે નોકર પણ 82 વર્ષનો થયો છે… પરન્તુ તે પરિવારે તે નોકર માટે એક AC વાળો બેડરૂમ ફાળવ્યો છે…તેને રાજસ્થાન વતન માં ફરવા જવાનું હોય તો તેને ડ્રાઇવર સાથે ગાડી અને વાપરવા 50000 પણ આપવામાં આવે છે.અને પરિવાર માં તેમને પિતા નું સ્થાન આપવામાં આવ્યું છે..પરિવારનો સભ્ય ઘરની બહાર પણ જાય તો તેમને પગે લાગી ને જ જાય.. આને કહેવાય પ્રેમ આપ્યો.
2.WAIT FOR GOOD RESULT:~
ધર્મ ક્ષેત્ર કે સારા કામ માં રિઝલ્ટ જોઈએ છે તો wait કરો.
ક્રોધ નું રિઝલ્ટ જેટલું જલ્દી મળે છે તેટલું જલ્દી પ્રેમ નું result નથી મળતું.
અનીતિ નું રિઝલ્ટ જલદી પણ નીતિ નું રિઝલ્ટ થોડું મોડું.
પોલિટિક્સ રાજરમત નું રિઝલ્ટ જલ્દી પણ સરળતા નું રિઝલ્ટ મોડું મળે
થિયેટર નો આનંદ તરત પણ પરમાત્મા દર્શન નો આનંદ મોડો…શુ તમે wait કરવા તૈયાર?
કોઈનું માથું ફોડવા પથ્થર તરત જ result આપશે.
પણ પથ્થર ને પાણી તોડે છે ધીરે ધીરે..પાણી પથ્થર ઉપર થી વહેતા પથ્થરનું અસ્તિત્વ જ નથી રહેતું.
પથ્થર તરત રિઝલ્ટ આપે છે પણ પાણી મોડું રિઝલ્ટ આપશે…
દરેક મોડું રિઝલ્ટ હમેશા ફાયદાકારક જ રહે છે.
આપણે સેવિંગઝ એકાઉન્ટ કરતા વધારે પૈસા ડિપોઝીટ માં આપીએ છીએ… સેવિંગઝ માં તરત વ્યાજ મળે છેજ્યારે ફિક્સ ડિપોઝીટ માં મુદત પૂરી થતાં વ્યાજ મળે છે.
ક્યારે રિઝલ્ટ મળશે તે નક્કી નથી પણ મળશે જ તેની તો ખાતરી છે જ.
Ready to wait.
જિંદગી માટે કિસ્મત નથી કરતી ઉતાવળ
ચાલનાર પહોંચી જાય છે દોડનારા થાકી જાય છે
ભગવાન માટે કેટલું વેઇટ કરવાનું?
છોડ ઉપર કાંટા જલ્દી ઉગે છે અને ફૂલ પછી ઉગે છે પરંતુ કિંમત તો  ફૂલ ની જ થાય છે વહેલા ઉગેલા કાંટાની નહિ.
સારા પરિણામ અને સારી પરિણતી તો જ પામશો જો પરિણામ ની રાહ જોશો..ધીરજ રાખશો…સંયમ રાખશો.
3.WONDERFUL NATURE IS YOUR ASSET:~
સ્વભાવએટલે પ્રકૃતિ  તમારી ઓળખાણ છે.
લાંબા સમયની દોસ્તી કોની સાથે
સંપત્તિ,સૌંદર્ય.સત્તા અને સ્વભાવ માં કોની જીત થાય છે…જરૂર સારા સ્વભાવ ની જ…
દીકરા કે દીકરી ના લગ્ન કે વેવિશાળ માં કોને મહત્વ? સારા સ્વભાવ ની દરેક ને તમન્ના હોય છે.
સંપત્તિ છુપાવી શકાય..પણ સ્વભાવ ના GL શકાય.
આપના સ્વભાવની પ્રશંશા કરનાર કેટલા?
પરિવાર વ્યવસ્થા તુટવાના મુખ્ય કારણો માં સ્વભાવ જ મુખ્ય ભાગ ભજવે છે.
પ્રભુ પર કેટલા વિઘ્નો આવ્યા પ્રભુએ સ્વભાવ ના બદલ્યો…ગોશલા ને માફ યકર્યો…ચંડ કૌશિક ને માફ કર્યો..કારણકે ભગવાનની જ ખુદ ની પ્રકૃતી જ એવી હતી કે તેમને બધી જ પ્રકૃતિ માફક આવી ગઈ હતી.  જે પોતાની પ્રકૃતિ અનુકૂળ બનાવી દે છે તેને બધી જ પ્રકૃતિ અનુકૂળ આવે જ છે.
જ્યારે એક સાસુ વહુની કરેલી ભૂલ પોતે કરી છે તેમ દર્શાવી વહુને બચાવી લે તે સાસુ વહુ ના સારા સ્વભાવ હોય તો જ થાય.
ક્રોધ નહીં કરું
દુર્ભાવ નહિ કરું
સદ્દભાવ થી વર્તન કરીશ એ છે સારા સ્વભાવ ની નિશાની …
વોચમેન આખી રાત તમારા ઘર ની ચોકી કરે તેને સવારે એટલું કહ્યું કે thank you..તારા કારણે હું રાત્રે સારી રીતે નિશ્ચિન્ત થઇ સુઈ ગયો.

આપણે હોટલ માં વેઈટર ને ટીપ આપીએ છીએ કારણકે તેણે સારી સર્વિસ આપી તમને જમાડ્યા..પણ આપણને સારી રીતે રીક્ષા માં સલામત ઉતારે તો આપણે ક્યારેય તેનો આભાર માની 10 રૂ ની ટીપ આપી?
જો દિલ જીતવા હોય સારા પરિણામો લાવવા હોય..શાંતિ થી જીવવું હોય..જીવ ને ઉચાટ ના લાવવો હોય….તો સ્વભાવ પોતાનો જ સુધારો..સામે વાળો નહિ જ સુધરે તમારે જ સુધરવું પડશે..
સ્વ ના ભાવ માં સુધારો લાવો…સ્વભાવ ચોક્ક્સ સરસ થસે જ.
4.WHISP AFTER SEEN :~
પાપ કર્યા પછી પસ્તાવો..પશ્ચાતાપ થી રડે તેની જ વેલ્યુ છે.
અંતર રડે છે દુઃખ ના કારણે નહિ પણ પાપ ના કારણે.
અંદર conscious bite કરે તેવો ભાવ કોને આવે છે.
જે પાપ રોજ કરો તેમાં પશ્ચાતાપ નો ભાવ રહેતો જ નથી.
દુઃખ જૂનું હોય તો પણ આપણે adjust કરી શકતા નથી પણ પાપ જેમ જુના થતા જાય છે તેમ adjust થતા જઈએ છીએ.
પહેલાના સમયમાં પાપ કર્યા પછી પસ્તાવો થતો હતો ..પાપ તિરસ્કાર રૂપ લાગતું હતું…શરમ આવતી હતી
હવે પાપ કર્યા પછી જવાબ મળે છે કે કોણ પાપ નથી કરતું?
સમય સાથે જવાબ બદલાઈ ગયા..
તમોએ કરેલ દુષ્કૃત્યો..પાપ.. માટે પ્રશ્ચતાપ કરો..આગળ વધતા અટકી જશે.
5.WAR WITH MIND:~
મન સાથે struggle કરો. મન સારું કરવા ન માનતું હોય તો મનાવો….
આયંબિલ કરવું છે તો મન મક્કમ કરશો તો જ થસે.
સદકાર્ય કરવું છે મન ને મક્કમ કરો તો જ થસે.
conscious સાથે war ના કરો.. consciuos પવિત્ર છે..માઈન્ડ સાથે વોર કરો.
દાન કરવા મન તૈયાર કરો…મન માંકડા જેવું છે..તેને સદકાર્ય માટે તૈયાર કરો.
અંતરઆત્મા જે કહે તેમ જ કરવું….સારું જ કરવું…ખરાબવવિચારો પણ મનમાં ના આવવા જોઈએ.
મનના ભાવો માં નકારાત્મકતા ના આવવી જોઈએ. મનના વિચારો ને સકારાત્મક પ્રવાહ માં ખેંચી લઇ જાવ. મન મજબૂત તો દરેક સમસ્યા..chellenge નો સામનો કરવા ની તાકાત આવી જશે..
ધર્મ માં જેટલા લોજીક છે તે સંસારમાં અપનાવો અથવા સંસાર ના જેટલા લોજીક છે તે ધર્મ માં અપનાવો તો જરૂર ક્રાંતિ ની શરૂઆત થસે…ઉદ્ધાર થસે…
*પ્રેમ કરતા શીખો..સ્વભાવ સારો કરો..ખરાબ કામ ના પશ્ચાતાપ વધારે કરો.મનને તૈયાર કરો…બસ હવે થોભો …પરિણામ સારું લાવે છે

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: