NADIAD PARIVARTAN PRAVACHAN MALA
DARSHAN VANDAN Contact :Panditji :9833801404
Acharya Ratnasundersuri Maharaj Saheb
25 Feb 2017 Leave a comment
NADIAD PARIVARTAN PRAVACHAN MALA
DARSHAN VANDAN Contact :Panditji :9833801404
18 Feb 2017 Leave a comment
Also available on your local television
Don’t forget to tune it before time
Exclusively brought to you
By Ratnatrayee Trust
13 Feb 2017 Leave a comment
08 Feb 2017 Leave a comment
Come Learn the ART of HAPPINESS
સરસ્વતી લબ્ધ પ્રસાદ પદ્મ ભૂષણ વિશ્વ હિત ચિંતક 310 પુસ્તક ના રચયિતા લાખો જીવોના પરિવર્તન કરનાર આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રત્ન સુંદર સુરીશ્વર જી મહારાજા નું આજનું પ્રવચન તા. 7.2.2017
વિનસ ગ્રાઉન્ડ. સેટેલાઇટ
અમદાવાદ
સ્વામી રામતીર્થ એક વખત લંડન એક કોન્ફરન્સ માં ગયા તેમને કહેવામાં આવ્યું કે હોલ નો દરવાજો 9 વાગે ખુલી જશે. સ્વામી 9.00 વાગે પહોંચી ગયા. જોયું તો દરવાજો બંધ હતો. ખૂબ પ્રયત્ન કર્યો દરવાજો ખુલ્યો જ નહીં. ત્યાંથી એક ભાઈ પસાર થયા.સ્વામીજી ને પૂછ્યું અંગ્રેજી વાંચતા આવડે છે? સ્વામી કહે ના…પેલા ભાઈ એ કહ્યું હોલતો ખુલ્લો જ છે પણ બારણાં ઉપર pull લખ્યું છે અને તમે push કરો છો…પરમાત્મા પાસે મોક્ષ માટે જવું છે તો તમારી પોતાની જાતને ધર્મ માં pull કરો. ધર્મ બાજુ ખેંચો..પહેલા પોતાના માટે કરો પછી બીજા માટે કરો.
મોક્ષ સહેલો બનાવવો છે તો પાંચ સ્ટેપ અનુસરો:-
1.પરંપરા ને પ્રેમ કરો:~
આપના વડીલો, માતા પિતા ના સંસ્કારો અને સંસ્કૃતિ તેનું નામ છે પરંપરા. પરંપરા એટલે દુષણોથી બચવા ની ચાવી.
આપણે ક્યારેય આપના પરિવાર સાથે બેસી પરંપરા ની વાત કરી? મારી જવાબદારી છે પરંપરા ની ઓળખાણ કરાવવાની. ખોટું કરતા અટકાવે છે પરંપરા ની ઓળખાણ. તમારા બાળકોને શુ વારસો આપશો?
મહેમાનને બારણાં,ઓસરી,,ગામ સુધી વળાવવાની પરંપરા,ઘરમાં વૃદ્ધો ની આમન્યા રાખવી. તમારી ઓળખાણ પૈસા થી કે પરંપરા થી? કપડાં આવા પહેરવા, વાત આવી રીતે કરવી,સ્વાગત કેવી રીતે કરવું, સાધર્મિક ભક્તિ કેવી રીતે કરવી,વિનય કેવીરીતે, વિવેક કેવી રીતે, દાન કેવી રીતે કરવું,શીલ કેવી રીતે સાચવવું આ બધી પરંપરા ની સંસ્કાર ની વાતો થવી જોઈએ.
એક ભાઈ એ તેમની દીકરીને 50 રૂ. આપી દૂધ લેવા મોકલી થોડી વારમાં દીકરી પાછી આવી બીજા 50 રૂ. માંગ્યા..ભાઈએ પૂછ્યું કે શું થયું દૂધ ઢોળાઈ ગયું? કે પૈસા પડી ગયા ત્યારે દીકરીએ કહ્યું કે 2 લીટર દૂધ લઈને આવતી હતી પણ રસ્તામાં એક રસ્તાના ખૂણામાં કુતરી વીઆઈ હતી ચાર નાના ગલુડીયા જોયા તે દૂધ તેમને પીવડાવી દીધું..ભાઈએ શાબાશી આપી કહ્યું હવે તારા લગ્ન ના થાય ત્યાં સુધી કાયમ દૂધ લેવા તારે જ જવાનું..કૂતરા, ભૂખ્યા, ભિખારી જેને આપવું હોય ત્યાં આપવાનું. આ છે સંસ્કાર અને વારસો. આ છે કુળની ગૌરવ ગાથા..
મારો દીકરો પૂજા નથી કરતો તેના કરતા આમન્યા નથી પાળતો તે ફરિયાદ પહેલી થવી જોઈએ.આમન્યા માટે પહેલા વડીલો ખોંખારો ખાતા જેથી ઘરમાં વહુ..દીકરી..બહેન પોતાના કપડાં સરખા કરવાનો સમય મળી જતો અને પછી પધારો બોલે એટલે વડીલ ઘરમાં જતા. મહારાજ સાહેબ ધર્મલાભ કહે એટલે મર્યાદા માં આવી જતા..આજે ઊલટું થઇ ગયું..બેલ મારો તો દીકરી. પુત્રવધુ..પત્ની ટૂંકા સ્કર્ટ કે ટૂંકા બરમુડા ના પહેરવેશ માં હોય ક્યાં આમન્યા રહે..સાધુ ને પણ શરમાવે તેવા કપડાં ઘરમાં પહેરતાં થઇ ગયા. દુપટ્ટા વગરના ડ્રેસ, ટૂંકા ગાઉન, નાઈટ ડ્રેસ કોઈ જ આમન્યા નહિ? કેમ બંધ કરી આ પરંપરાઓને…શુ મેળવ્યું નવી રીતભાત થી? આમન્યા વાળા કપડાથી કોઈ એકબીજાની સામે તિરસ્કાર કે અપમાંન ની ભાષા બોલતા અટકતા હતા.
શીલ…સદાચાર..સંસ્કાર.ની તાકાત થિ જ સંસ્કાર અને સંસ્કૃતિ બચ્યા હતા, તેનો વારસો આપવાનો પ્રયત્ન કેટલો? પોતાના પિતા,,દાદા પરદાદા ના કેટલા સંસ્કાર સંભાળ્યા અને દીકરા..દીકરીને સંભળાવ્યા? You have not trained your children….you will face the failure of character.
સંસ્કાર અને સંસ્કૃતિ ને પરંપરા થી જ બચાવશે
2.પરોપકાર ને પ્રેમ કરો:~
જ્યાં સ્વાર્થ ની વાત ન હોય ત્યારે પરોપકાર હોઈ શકે. સંસાર આગ જેવો છે..આગમાં લાકડું નાખો તેમ આગ નહિ કરે અને નાખેલું લાકડું કાઢી લેશો આગ વિરોધ નહિ કરે.. પરોપકાર કરવો છે તો જાતે કરી લો કોઈ વિરોધ ના હોવો જોઈએ… તક ની રાહ જોશો પરોપકાર નહિ કરી શકો..તક ઝડપી લો..તક ઉભી કરો. તમે એમ વિચારશો કે સંસાર ના કામ પૂર્ણ થઈ જાય,સંપત્તિ કમાઈ લઉં પછી પરોપકાર કરીશ તો ક્યારેય નહીં કરી શકો. સંસાર ના કામો કરતા એટલા પૈસા મળશે જ નહીં કે પરોપકાર માટે રાહ જોયા કરો…પણ આવેલા પૈસા સંપત્તિ માંથી થોડું પણ પરોપકાર માટે શરૂ કરો તો જ થસે. કમાતા રૂપિયા માંથી ઇન્કમ ટેક્સ, સેલ્સ ટેક્સ, વેટ. માટે નીકળી શકે તો પરોપકાર માટે કમ્પલ્સરી ટેક્સ ક્યારે ભરશો? મારવાડ માં એક ભાઈ માંદા પડ્યા મૃત્યુ નજીક આવી ગયું દીકરા વિચારે છે કે પિતાજી કંઈક કહેવા માંગો છો? પિતાજી કહે છે કે મારા મૃત્યુ પછી મારી મિલકત તમે ત્રણ દીકરા વચ્ચે વહેંચશો તો મારી ઈચ્છા છે કે ધંધામાં અને મિલકત ના ચોથો ભાઈ ધર્મ ને બનાવો..બસ દિકરાઓએ શરૂ કર્યું..1 કરોડ કમાયા 25 લાખ ધર્મ માટે વાપરવાના શરૂ…પણ આ રૂપિયામાં કોઈ જ નામ નહિ લખવાનું કારણકે તે રૂપિયા ધર્મ નામ ના ભાઈ ના પૈસા છે મારા પૈસા નથી…પરોપકાર આનું નામ કહેવાય..હરિભદ્ર સુરી મ.સા. પણ કહ્યું છે કે સંપત્તિ અને આવકમાં ધર્મ ને ચોથો ભાઈ બનાવો.
પૈસો ગમે તેટલો નીચે જશે. પણ પૈસા માટે કેટલા નીચે જશો? એક બહેન દરરોજ તેમના ઘેર આવતા શાકવાળા, કપડાં વાળા,કચરવાળા જે કોઈ આવે તેને 10 બદામ આપે અને ઠંડુ પાણી આપે. આ છે પરોપકાર…
મહાવીર ના છેલ્લા ભવ ને ધ્યાનમાં ના લો પ્રથમ નયસાર ના ભવમાં કોઈ પાત્ર મળે તો આપી પછી જ ભોજન કરું અને મુનિ મળી ગયા અને ત્યાં પ્રભુ ના પુણ્ય ની શરૂઆત થઈ. દાન એ વાવવા ની વસ્તુ છે..ઇન્વેસ્ટ દાન…output અકલ્પ્ય છે. મુઠ્ઠી માં દસ લાખ પકડી બેસી રહ્યા અને મુઠ્ઠી ના ખોલી તો બીજા કરોડ આવતા અટકી ગયા..કરોડો નું પુણ્ય અટકી ગયું. તમે આપો છો દાન એટલે નહિ સામે વાળો દાન લે છે તેટલા માટે તમે કરોડપતિ બન્યા છો…. કોઈ લેનાર જ ના હોય તો તમે આપી જ ના શકો. ડામર રોડ પર બીજ નાખો તો નહીં જ ઉગે…બીજ નકામું..તેની કોઈ જ વેલ્યુ નહિ કારણ ડામર સ્વીકારતો નથી..તે બીજ જમીન ની માટી સ્વીકારે છે એટલે બીજ ની કિંમત થાય છે.
તમારા પૈસા ડૂબી ગયા છે આવવાનો કોઈ જ ચાન્સ નથી…નાદાર સમજી ચોપડે થી પણ નામ કાઢી નાખ્યું અને અચાનક તે પૈસા આવી જાય છે તો આ પૈસા પરોપકાર ના કામ માં વાપરશો? આ પૈસા પુણ્ય ના ઉદયે આવ્યા તેને પુણ્ય ઉપાર્જન માટે વાપરી ના શકો? આગળના ભવ ની સદગતિ જેનથી થવાની છે તે પરોપકાર માટે કેટલો ભાવ?
પરોપકાર એ પરમ ઉપર ઉપકાર સાથે સ્વંય પર ઉપકાર છે.
3.પરિવાર નો પ્રેમ:|~
નદી નું લોજીક છે કે તે જ્યાં પડે છે ત્યાં પડેલ પહેલો ખાડો પૂરો ભરે પછી જ આગળ વધે છે તેમ આપણે પણ દાન શરૂ કરતાં પહેલા આપણા પરિવાર માં દાન જરૂરિયાત વાળા ને પહેલા આપી પછી જ બીજે પરોપકાર..દાન કરવા જવું જોઈએ.. સમય.. સંપત્તિ…સદ્દભાવ અને સમાધિ પહેલા પરિવાર માટે priority માં મુકવી. તમારી સમાધિ માટે નજીક ના પરીવાર જનો જ અપાવી શકશે…દુરવાળા ક્યારેય સમાધિ નું કારણ નહિ બને.આપણા જીવનમાં દરરોજ આગ હોય છે તેને શાંત… કરવાનું કામ પરિવાર જનો જ કરે છે.. છત્તીસ ગઢ માં આજે પણ વહુ ને પૈસા જોઈતા હોય તો પતિ પાસે થી નહિ સાસુ પાસેથી મળે છે..11000 માંગશે તો 15000 આપે. આ જ પરિવાર પ્રેમ..સારી દુનિયા સારી લાગે છે પરિવાર પ્રતિ જ કટુતા કેમ?
* આપના સુખ ના સમયમાં દુરવાળા નજીક આવે તો કોઈ જ વાંધો નથી પણ મુશ્કેલી દુઃખ ના સમયમાં નજીકવાળા દૂર ના થઇ જાય તે ધ્યાન રાખવું*
*4.પ્રકૃતિ પ્રત્યે પ્રેમ:~*
આપના વગર જીવન ચાલે જ નહીં એવા જીવો ની સંખ્યા કેટલી?એક પણ નહીં. જેમના વિના આપણું જીવન ના ચાલે એવા જીવો ની સંખ્યા કેટલી? અસંખ્ય.
પાણી, હવા,,વનસ્પતિના જીવન વગર આપણું જીવન ચાલશે જ નહીં તો તેને બચાવવાનો ખ્યાલ ખરો જીવનમાં?
ખુલ્લા નળ, વોશ બેઝિન માં જતા પાણી, કમોડ માં બેફામ પાણી નો ઉપયોગ(પહેલા એક જ લોટા થી ચાલતું તે જ કામ માટે 5 થી 7 ડોલ જેટલું પાણી વહાવી દેવાનું) પાણી ના જીવો નો ખાત્મો…આપણો પ્રકૃતિ પર પ્રેમ કેટલો?
અપકાય, તેઉકાય, પૃથ્વીકાય જીવો માટે જાનની બાજી લગાડનાર આપણા મહાપુરુષો ને યાદ કરો..
રસ્તામાં ગાડી લઈને નીકળ્યા છીએ…પૂરતો ફાલતુ સમય જ છે..રસ્તામાં એક નળ ખુલ્લો જોયો…ગાડી ઉભી રાખી નળ બંધ કરીશું કે ગાડી જવા દઈને તે જીવોની હિંસાનું પાપ બાંધી જશો…
કોઇ માસક્ષમણ કરનાર કે પુસ્તક લખનાર નહીંપણ પાપ કર્મ બાંધે નહિ તે મુનિ.
આજના કોસ્મેટિક્સ પંચેન્દ્રિય જીવો ના ભોગ થી બને છે..
એવુ કહેવાય છે કે ત્રીજું વિશ્વ વિશ્વયુદ્ધ પાણી માટે જ થસે.
ધારકે માં સાપ પકડવાની ટિમ છે..દરરોજ જેટલા સાપ નીકળે તે બધા 10 કી
મી. દૂર જઇને છોડી આવવાંના . બિઝનેસ માટે રાત્રે જાગે નહિ પણ સાપ પકડવા રાત્રે 2 વાગે પણ દોડે…પ્રકૃતિ પ્રેમ ના કારણે
5.પ્રભુ પ્રત્યે પ્રેમ:~
પ્રભુ પ્રત્યે પ્રેમ એટલે પ્રભુ વચન પર પ્રેમ.પ્રભુ તો નિરંજન નિર્વિકારી છે તેમણે આપણા ઉપર ઉપકાર કર્યો છે આગમ જેવા ગ્રન્થો થિ તેમની વાણી, વચન,હિત શિક્ષા ગુરુ ભગવન્તો મારફતે આપના સુધી પહોંચાડી.. એ પ્રભુ પ્રત્યે પ્રેમ કેટલો?
પ્રભુ તો 31 વર્ષ આપણી સાથે રહ્યા પણ તેંમની વાણી હજુ 21000 વર્ષ આપણ ને સાચવશે. ભૂલો ને ભૂલી જાય તે અનંત ઉપકારી પ્રભુ અને ભૂલો ને સુધારી અરિહન્ત બનાવે તે ગુરુ પ્રત્યે પ્રેમ કેટલો?
મહેન્દ્ર ભાઈ સંઘવી એ પોતાના બંગ્લાનું નામ ” જિન વચન પ્રેમ” આપ્યું છે..છે ને પ્રભુ વચન પ્રત્યે પ્રેમ. આ બંગલાનું વાસ્તુ કર્યું તે દિવસે ભારત ના બધા મુમુક્ષો ના વર્સીદાન નો વરઘોડો કાઢ્યો..111 મુમુક્ષુ પોતાના ઘરે તેડાવ્યા પછી જ પ્રવેશ કર્યો…
પ્રભુ દર્શન પછી જ પાણી વાપરવું તે નિયમ બધા લે છે..પ્રભુ વચન સાંભળ્યા પછી જ પાણી પીવા ના નિયમ વાલા કેટલા?
પ્રભુ મૌન છે. પણ તેંમની વાણી થી શાશન ચાલશે….
06 Feb 2017 Leave a comment
ART OF HAPPINESS